આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર લાગેલા પ્રતિબંધને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો.

Published on: 10:03 pm, Thu, 28 January 21

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. DGCA એ ગુરુવારે મહત્વપૂર્ણ જાણકારી આપી છે અને કોરોના કાળમાં નવા સ્ટ્રેન ભયને જોતા યુરોપિયન દેશમાં વધી રહેલા કેસો વચ્ચે આમાં તો નિર્ણય કરવામાં આવ્યો છે.

અને રેગ્યુલર ફ્લાઇટ પર જ્યાં એક બાજુ પ્રતિબંધ લાગેલો છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ અનુકૂળ સંખ્યામાં ફ્લાઇટ શરૂ થાય છે.ભારતે અન્ય દેશોની રેગ્યુલર ફ્લેટ પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે.

પરંતુ ઘરેલું ફ્લાઈટ્સ ના સંચાલનમાં સતત તેજી આવી રહી છે. ભારતીય વિમાન કંપનીઓ માટે ઘરેલું ફ્લાઈટ્સ સંચાલન સંખ્યા ને કોરોનાથી પહેલાના સ્તરને સરખામણીએ 70 ટકા થી વધીને 80 ટકા કરવામાં આવી ચુક્યું છે.

વિમાનન કંપનીઓ કોરોના કાળ પહેલાના સ્તર ની સરખામણીએ 70 ટકા ઘરેલુ પેસેન્જર ફ્લાઇટ સંચાલન કરી શકે છે. ડોમેસ્ટિક ફ્લાઈટ સંચાલન 25 મી મે એ 30 હજાર મુસાફરો સાથે શરૂ થયું હતું અને હવે 30 નવેમ્બર 2020 એ આ આંકડો 2.52 લાખ ની સંખ્યા ને પાર પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!