ખુશી ના સમાચાર : રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓ માટે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે.

Published on: 9:21 am, Fri, 29 January 21

ગુજરાત રાજ્યમાં હાલ 145 સરકારી અને 1754 ગ્રાન્ટેડ શાળામાં અનલિમિટેડ ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી રહી છે. હજુ પણ ગુજરાત રાજ્યના 798 સરકારી અને 1487 ગ્રાન્ટેડ શાળાઓને ઈન્ટરનેટ સુવિધા ફાળવી શકાય નથી જેથી હવે આ શાળાને ઇન્ટરનેટ કનેક્શન માટે.

માસિક ગ્રાન્ટ આપવામાં આવશે જે મહત્વપૂર્ણ સમાચાર ગણવામાં આવી રહ્યા છે.કમિશનર ઓફ સ્કુલ ની કચેરી દ્વારા રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ઇન્ટરનેટ કનેક્શન ની સુવિધા માટે બીએસએનએલને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

પરંતુ નવેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં માત્ર 145 સરકારી અને 1753 ગ્રાન્ટેડ શાળાઓને જ ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવ્યા છે. કંપની દ્વારા જે 798 સરકારી અને 1487 ગ્રાન્ટેડ શાળા અને ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવી નથી.

તેવી સ્કૂલોને હવે જે તે જિલ્લામાં સૌથી સારી સુવિધા પૂરી પાડતી એજન્સી મારફતે શાળા કક્ષાએ સેવાઓ મેળવવા તેની ગ્રાન્ટ જે તે શાળાને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ યોજના અંતર્ગત શાળાને માસિક મહત્તમ 1250 રૂપિયા ચૂકવવામાં આવશે.

અને આ ખર્ચ ઓડિટ ને આધીન રહેશે.શાળાએ આ યોજના હેઠળ ઇન્ટરનેટ કનેક્શન લીધેલ છે કે નહીં તેની ચકાસણી ડીઈઓ કચેરી દ્વારા કરવાની રહેશે. શાળાએ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ભાવપત્રક મેળવ્યા બાદ સેવા શરૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ વણવપરાયેલી ગ્રાન્ટ નાણાકીય વર્ષના અંત સરદર કરવાની રહેશે અને જિલ્લા કક્ષાએ શાળામાં થયેલ વપરાશના પ્રમાણ પત્રો પણ શાળા પાસેથી મેળવી રેકોર્ડ રાખવાનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખુશી ના સમાચાર : રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓ માટે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*