ભારતના આ સંઘપ્રદેશમાં ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું, કોંગ્રેસના એક સાથે આટલા કાર્યકર્તા….

254

ગુજરાત રાજ્યની સાથે સાથે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે પ્રદેશમાં ફરી એક વખત તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ છે. ત્યારે સંઘપ્રદેશમાં કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો છે.જેમાં ઓબીસી પ્રમુખ હરીશ પટેલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા જીગ્નેશા બેન પટેલ ભાજપમાં જોડાયા છે.સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સાથે ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાવા જઇ રહી છે.

જેને કારણે પ્રદેશનો રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે.સંઘપ્રદેશમાં જોડ-તોડ ની રાજનીતિ પણ જોરશોરથી ચાલી રહી છે ત્યારે જ સંઘપ્રદેશ દમણ અને દીવ માં કોંગ્રેસના ઓફિસના પ્રમુખ હરીશ પટેલ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય જીગ્નેશા બેન પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.

સેલવાસમાં પ્રદેશ ભાજપના કાર્યાલય એવા અટલ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આતમ બંને અગ્રણીઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને આમ દમણ-દીવ કોંગ્રેસના ઓબીસીના પ્રમુખ હરેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસનો હાથ છોડ્યો છે.

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્ય જી જીગ્નેશા પટેલ આ બંને અગ્રણીઓ તેમના ૨૦૦થી વધુ સમર્થકો સાથે કેસરિયા છાવણીમાં બેસી અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!