ગુજરાત રાજ્યમાં આ તારીખે વાવાઝોડાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી!

567

ગુજરાત રાજ્યમાં હજુ પણ ચોમાસા એ વિદાય લીધી નથી ત્યારે દેશમાં હજુ પણ કેટલાક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસી રહ્યા છે. આગામી 16 થી 19 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ નો ખતરાને લઈને હવામાન વિભાગે એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્યમાં એક તરફ જ્યારે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.

ત્યારે ફરી આગામી 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ નો ખતરો જણાવવામાં આવ્યો છે. હાલ હૈદરાબાદ શહેર પર સક્રિય વરસાદી સિસ્ટમ મુંબઈના માર્ગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ થી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે.

જેને લઇને રાજ્યના દરિયા કિનારે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી પણ શક્યતાઓ છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના.

કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!