હાલમાં ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી જીતવા ધમધોકાર તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી. ચૂંટણીના સમયગાળાનો વચ્ચે ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.સૌરાષ્ટ્રની ધારી બેઠક પરથી અમરેલી જિલ્લાના ખંભાત તાલુકાના વાઘણિયા ગામના આંદોલનકારી યુવાન ધાર્મિક માલવયા ધારી બગસરા ખંભા વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા આજરોજ ફોર્મ ઉપાડયું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી આંદોલનની આગને બુલંદ બનાવનાર ધાર્મિક માલવિયા ધારી બેઠક પરથી ચૂંટણી લડશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.સુરતમાં સક્રિય રીતે આજ પણ ચાલી રહેલા પાસ ટીમમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ની મહત્વની ભૂમિકા છે.પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રબળ કાર્યકર્તા ધાર્મિક માલવિયા જો ધારી બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.
તો ભાજપને કોંગ્રેસ માટે આ બેઠક જીતવી ખૂબ જ મુશ્કેલ બની જશે.સૌરાષ્ટ્રની આ બેઠકમાં જાતિના સમીકરણ ની દ્રષ્ટિએ જોઈએ તો પાટીદાર બહુમતી ધરાવનાર આ વિસ્તાર છે.
અને જો આમાં પણ ધાર્મિક માલવયા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે તો જીતવું ખૂબ જ તેમના માટે સહેલું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!