આજ રોજ ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગમાં અનેક મુદ્દે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટની આ બેઠકોમાં રાજ્યમાં મંદિરોને લઈને પણ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય હાલ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું.
રાજ્યના તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નવરાત્રિના પર્વ પર લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા અર્ચના કરી શકાશે અને તમામ મંદિરોમાં LED થકી દર્શન કરવાનો લાભ આપવામાં આવશે. પ્રસાદ આપવાના નિર્ણય માં પણ હાલ સુધારો કરવામાં આવ્યો છે.
મંદિર બંધ પેકિંગ માં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહિ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ હવે પ્રસાદ વેચી શકાશે.
પરંતુ બંધ પેકિંગમાં જ વેચવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!