ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યા મોટા સમાચાર, ચોમાસુ પાછું ખેંચાવાની તારીખ હવામાન વિભાગે ફરી એક વખત લંબાવી.

Published on: 10:45 am, Wed, 7 October 20

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેક વરસાવનાર નેરુત્યા ચોમાસાએ આજે રાજકોટ સહિત અર્થ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી એટલે કે પોરબંદર થી વલ્લભ વિદ્યાનગરની ઉત્તર આવેલા રાજ્યમાંથી વિદાય લીધી છે.ચોમાસું પાછું ખેચવાની સામાન્ય તારીખ હવામાન વિભાગે લંબાવીને 25 સપ્ટેમ્બર કરી હતી તેમાં પણ આ વખતે મેઘરાજાએ વધારે 11 દિવસ મુકામ કર્યો છે.દેશમાં ચોમાસાનું આગમન કેરળથી 1 જૂને થયું હતું અને તેની વિદાય રાજસ્થાન અને ગુજરાત થી થતી હોય છે.

ચોમાસાની વિદાય કમશ: ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી ચાર દિવસ સૂકા હવામાનની આગાહી છે જેના પગલે હવે ઘરે ઘરે ગૃહ સફાઈ, ગૃહ સજાવટ સહિતના કાર્ય શરૂ થશે તો બીજી તરફ કૃષિ પેદાશોના કરોડો રૂપિયાના સોદા થશે અને બજારમાં પણ હવે રંગ જોવા મળે તેવી આશા છે.

બીજી તરફ ગુજરાતમાં અત્યંત બિસમાર બની ગયેલા નાની તેરી ગલી થી માંડીને નેશનલ હાઈવે સુધીના માર્ગો સહિતના બાંધકામોનો પણ ધમધમાટ કામ ચાલુ થશે.જોકે, આગામી ૯મી ઓકટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાની શક્યતા છે.

તેમ અન્ય પરિબળોને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ,દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!