ગુજરાત રાજ્યના આ જિલ્લામાં ભાજપમાં મોટું ગાબડું, ભાજપના આટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા.

446

ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને ફરી એક વખત તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ હતી અને તેમાં કોંગ્રેસના આઠ જેટલા ધારા સભ્યો ભાજપમાં જોડાયા હતા. 8 બેઠકો ખાલી થઈ હતી તેને કારણે પેટા ચૂંટણી ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરના રોજ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણી આવતાં ગુજરાતમાં ફરી એક વખત તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં ભાજપના 300 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના કુબેર નગર રોડ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને કાર્યકર્તાઓના આક્ષેપ છે કે, ભાજપ સરકાર દ્વારા કોઈ પણ વિકાસના કાર્યો કરવામાં આવતા નથી. કાર્યકર્તા રોષ વ્યક્ત કરતા જણાવ્યું.

છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં હોવા છતાં પણ તેમના વિસ્તારમાં હજુ સુધી વિકાસ નું કોઈપણ કાર્ય થયું નથી. 2018માં પોલીસે આ જ વિસ્તારમાં લોકોને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો.

આક્ષેપો સાથે ભાજપના 300 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!