ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઈને 3 નવેમ્બરના રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ નક્કી છે પણ મોટાભાગના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં પક્ષ પલટુ કરનાર ત્રણ કોંગ્રેસીઓને ટિકિટનું ગ્રીન સિગ્નલ મળ્યું છે. ધારી,મોરબી અને અબડાસા બેઠકમાં કોંગીઓની ટિકિટ ફાઇનલ થઇ ગઇ છે.
સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો કે પાયાનાં કાર્યકરોને ટિકિટ મળે તેવી માંગ ઉઠી રહી છે. ઉમેદવારીની પસંદગીની ભાજપ સંગઠન માટે માથાનો દુખાવો બની ગયું છે.
લીંબડી :
કિરીટસિંહ રાણા
ડાંગ :
વિજય પટેલ
અબડાસા :
પ્રદ્યુમનસિંહ જાડેજા
ધારી :
જે.વી. કાકડીયા
મોરબી :
બ્રિજેશ મેરજા
ગઢડા :
આત્મારામ પરમાર
કરજણ :
અક્ષય પટેલ
કપરાડા :
જીતુ ચૌધરી
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી છે પરંતુ જાહેરાત કરવાની બાકી છે.
વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.9 ઓક્ટોબરના રોજ ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે અને 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જામનગર મને રોજ મતદાન યોજાશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!