દુનિયાભરમાં કોરોના ના કેસોમાં સરકાર વધારો થઈ રહ્યો છે અને અનેક દેશોના વૈજ્ઞાનિકો કોરોના ની રસી બનાવવામાં મહેનત કરી રહ્યા છે. રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને એક સારા સમાચાર આપ્યા છે.WHO ના પ્રમુખ ટેડ્રેસ એડનોમ ગ્રેબિયેસસે કહ્યું કે એક સુરક્ષિત અને અસરકારક રસી આ વર્ષના અંતમાં તૈયાર થઈ શકે છે અને આ સાથે WHO ના પ્રમુખે દુનિયાના તમામ નેતાઓને રસીનું સરખું વિતરણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.
WHO કાર્યકારી બોર્ડની બેઠકમાં ટેડ્રોસ કહ્યું કે આપણને રસી ની જરૂર છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આપણી પાસે રસી આવી જશે. આપણે કોરોના સામે લડવા માટે એક બીજા ની જરૂર છે અને એકતાની પણ જરૂર છે. WHO ની આગેવાની વાળી કોવેકસ ગ્લોબલ રસી ફેસીલીટી માં 9 એક્સપરિમેન્ટલ રસી અત્યાર પાઇપલાઇનમાં છે.
WHO ની કોવેકસ ફેસિલિટી અને ગવી વેક્સિન ગઠબંધન, કોરોના વેક્સિન કેન્ડિડેટ ને ઍક્સેસ આપે છે. કોવેકસ સાથે કરાર કરનાર દેશોને નવા વેક્સિન કેન્ડિડેટ ના એક વ્યાપક પોરટફોલિયો સુધી પહોંચવામાં મદદ મળશે.
અત્યાર સુધીમાં 168 દેશો કોવેકસ ફેસીલીટી માં સામેલ થઇ ચુક્યા છે.જોકે ચીન,અમેરિકા અને રશિયા આમાં નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!