ચોમાસાનું આગમન થતાં ખાદ્યતેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો વિગતે.

Published on: 11:27 am, Sun, 13 June 21

દેશમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આ ઉપરાંત રાંધણગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો ઘટાડો થઈ રહ્યો છું. તેની સાથે ખાદ્યતેલના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો હતો. દેશમાં ખાદ્ય તેલના ઉંચા ભાવના કારણે સિંગતેલના ભાવ 2600 આસપાસ પહોંચી ગયો હતો.

અને દિવસે ને દિવસે ભાવમાં વધારો થઈ રહ્યો હતો. દેશમાં કપાસિયા તેલનો ભાવ જોઈએ તો 2490 રૂપિયા હતો તેમાં ઘટાડા સાથે 2325 રૂપિયા થયો છે. આ ઉપરાંત પામોલીન તેલના ભાવમાં પણ 250 રૂપિયાનો ઘટાડો થયો છે.

ઘટાડા સાથે તેલના ડબ્બાનો ભાવ 1860 થઈ ગયો છે. આ ઉપરાંત સન ફ્લાવર ના ભાવમાં પણ ઘટાડો થયો છે સન ફ્લાવરના તેલના ડબાના ભાવ માં 250નો ઘટાડો થયો છે.

સનફ્લાવર તેલનો ભાવ 2660 હતો તેમાં ઘટાડો થઈ ને 2410 થયો છે. આ ઉપરાંત કોન ઓઇલના ભાવમાં પણ 250 રૂપિયાનો ઘટાડો થયો છે. ગોંડલ તેલ ના ડબ્બા નો ભાવ 2240 હજાર રૂપિયા અને ઘટાડા સાથે 2090 રૂપિયા થયો છે.

આ ઉપેન વનસ્પતિ ઘી નો ભાવ 1930 હતો જેમાં ઘટાડા સાથે તેનો ભાવ 190૦ રૂપિયા થયો છે તેલ ના ડબ્બા માં 30 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત કોકોનટ તેલ નો ભાવ 3300 રૂપિયા માંથી 3160 રૂપિયા તેલના ડબ્બાનો ભાવ થયો છે. આ તેલના ડબ્બા માં ભાવમાં પણ 140 ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં પણ 10 રૂપિયાનો ઘટાડો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોમાસાનું આગમન થતાં ખાદ્યતેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*