ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે….

Published on: 11:11 am, Sun, 13 June 21

ગુજરાત રાજ્યમાં વાવાઝોડાના ગયા બાદ સતત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં વરસાદ ખૂબ જ સારો રહેશે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દીવ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરે છે જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી.

આગાહી મુજબ અમદાવાદ શહેરમાં 15 જુનના રોજ ચોમાસાનું આગમન થઇ શકે છે. આ ઉપરાંત કચ્છમાં આ વર્ષે ચોમાસું મોડું થશે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આગામી બે દિવસમાં વલસાડ, નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 જુન સુધી ચોમાસુ સક્રિય થઇ શકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદના કારણે માછીમારોને ચેતવણી અપાઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં તોફાની બની શકે તેવી શક્યતા છે અને સમુદ્ર તરફ થી 60 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાય શકે છે.@

આ ઉપરાંત અમુક શહેરોમાં ચોમાસાનું આગમન થતા વાતાવરણ ખૂબ જ ઠંડી થઈ ગયું છે અને ચારેબાજુ વાદળછાયુ વાતાવરણ છે. આગાહી મુજબ આ વર્ષે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે…."

Leave a comment

Your email address will not be published.


*