પત્ની પોતાના 4 બાળકો સાથે પડોશમાં રહેતા પ્રેમી સાથે PM આવાસના યોજનાના હપ્તાના પૈસા લઈને ભાગી ગઈ – જાણો સમગ્ર ઘટના

Published on: 3:30 pm, Mon, 30 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિની પત્ની પોતાના ચાર બાળકો સાથે પડોશમાં રહેતા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ એક મહિનાથી વધુ સમય સુધી પત્નીને સંબંધીઓ અને ઓળખીતા લોકો શોધી રહ્યા છે.

પરંતુ પત્નીનો કશો પત્તો લાગ્યો નથી. ત્યાર બાદ અંતે છેવટે પતિએ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર તુલસીરામ નામના યુવકની પત્ની ઈન્દ્રી દેવીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી તરીકે પસંદ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ઈન્દ્રી દેવીના બેંક એકાઉન્ટમાં આવાસ યોજનાના પ્રથમ હપ્તો 45 હજાર રૂપિયા હતો. ત્યારે ઈન્દ્રી દેવી પોતાની પડોશમાં રહેતા પ્રેમી પીન્ટુ રામ સાથે પોતાના ચાર બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઇને તુલસીરામે જણાવ્યું કે, મારી પતરી 90 હજાર રૂપિયા લઈને ઘરેથી ફરાર થઈ ગઈ છે.

આ સમગ્ર ઘટના બન્યા બાદ તુલસીરામ અને તેના સંબંધીઓ તુલસીરામની પત્ની ઈન્દ્રી દેવી અને તેમના બાળકોને શોધી રહ્યા હતા. પરંતુ કોઇનો પત્તો લાગ્યો નથી. તેથી આ સમગ્ર ઘટનાને લઇને તુલસીરામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્ની પોતાના 4 બાળકો સાથે પડોશમાં રહેતા પ્રેમી સાથે PM આવાસના યોજનાના હપ્તાના પૈસા લઈને ભાગી ગઈ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*