રાત્રે ઝાડ સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, ખેડા જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:49 pm, Mon, 30 May 22

ગુજરાત રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે ખેડા જિલ્લામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર તેઓ કાર લઈને ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી પ્રમાણે ખેડા તાલુકાના મોકવા ગામના વતની કલ્પેશસિંહ ડાભીનું આ અકસ્માતની ઘટનામાં કરુણ મૃત્યુ નીપજયું હતું.

તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ગામના અને ભાજપના કાર્યકરોમાં માતમ છવાઇ ગયો હતો. આ ઉપરાંત તેમની અંતિમ યાત્રા વખતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. મળતી માહિતી અનુસાર કલ્પેશસિંહ સિંહુજ એમપીએલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી પોતાની કાર લઇને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન વાઠવાડી થી મોકવા જવાના રસ્તા પર તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કલ્પેશસિંહ ડાભીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ગામના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

કયા કારણોસર કાર ઝાડ સાથે અથડાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કલ્પેશસિંહ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખ હતા. તેમનું મૃત્યુ થતાં ગામના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાત્રે ઝાડ સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, ખેડા જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*