પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટુંકાવ્યો, પતિએ CCTV કેમેરા જોયા ત્યારે… જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

Published on: 6:39 pm, Wed, 2 November 22

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે અને આ સુસાઇડનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર એક મહિલા ઇન્ટિરિયર ડિઝાઇનરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ઘટના બની ત્યારે પતિ પોતાની પત્નીને ફોન કરી રહ્યો હતો. પરંતુ પત્ની ફોન ઉપાડતી ન હતી. જેના કારણે પતિએ પોતાના ફોનમાં ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે કેમેરામાં પતિને પત્નીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું જોવા મળ્યું હતું.

આ દ્રશ્યો જોઈને પતિ ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક પોતાના પડોશીને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. પડોશીએ ફ્લેટનો દરવાજો તોડીને મૃત્યુ પામેલી મહિલાને નીચે ઉતારી હતી અને સારવાર માટે MY હોસ્પિટલમાં મોકલી હતી. અહીં હાજર ડોક્ટરે મહિલા અને મૃત જાહેર કરી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઇન્દોરમાં બની હતી. મંગળવારના રોજ સાંજના સમયે ઇન્ટિરિયર ડિઝાઇનર મહિલાનો પતિ ઉત્તમ શર્મા તેને ફોન કરી રહ્યો હતો. ઉત્તમ શર્માએ અનેક વખત ફોન કર્યા પરંતુ તેની પત્નીએ ફોન ઉપાડ્યો નહીં. જેના કારણે તેને પોતાના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા મોબાઇલ પર ચેક કર્યા હતા.

ત્યારે ઉત્તમ શર્માને પોતાની પત્ની ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પહેલા મહિલાએ સાત પેજ ની સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને અનેક લોકોના નામ લખ્યા હતા. ત્રણ મહિના પહેલા રૂપિયાની લેવડદેવડના મામલે મહિલાના ઘરમાં તોડ પર કરવામાં આવી હતી.

મૃત્યુ પામેલી મહિલાનું નામ કરુણા શર્મા હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. કરુણા શર્માએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટુંકાવ્યો, પતિએ CCTV કેમેરા જોયા ત્યારે… જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*