રામ રાખે તેને કોણ ચાખે…! ટ્રકનું ટાયર બદલતી વખતે અચાનક બન્યું એવું કે – વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા…

Published on: 11:42 am, Thu, 21 July 22

મિત્રો તમે ઘણી એવી ઘટનાના વિડીયો જોયા હશે, તે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ ગયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. આ ઘટનામાં એક ટ્રકનું ટાયર બદલતી વખતે ટ્રક પલટી ખાઈ ગયો હતો.

સદનસીબે ટ્રકની પાસે ઉભેલા 4 વ્યક્તિઓનો આ ઘટનામાં જીવ બચી ગયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ત્રણ જેટલા લોકો એક ટ્રક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે.

ઉપરાંત એક વ્યક્તિ ટ્રકનું ટાયર બદલતો નજરે પડી રહ્યો છે. ટ્રકનું ટાયર બદલતી વખતે અચાનક સપોર્ટ માટે રાખવામાં આવેલો જેક છટકી જાય છે. જેના કારણે ટ્રક એક બાજુ નમવા લાગે છે. આ દ્રશ્યો જોઈને નીચે ઉભેલા ત્રણ યુવકો ભાગી જાય છે.

ટાયર બદલનાર વ્યક્તિ પણ ભાગવાની કોશિશ કરે છે પરંતુ તે પડી જાય છે. પરંતુ તે યુવક ગમે તેમ કરીને ટ્રકથી દૂર ચાલ્યો જાય છે. આ ઘટનામાં સદનસીબે ચારેય લોકોના જીવ બચી ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત આ વીડિયોની ગુજ્જુ રોક્સ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! ટ્રકનું ટાયર બદલતી વખતે અચાનક બન્યું એવું કે – વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*