માતા-પિતા આ વાતનું જરૂર ધ્યાન રાખજો…! 6 વર્ષની દીકરીને સ્કૂલે મોકલવા માટે માતાએ દીકરીને ચોકલેટ આપી, ત્યારબાદ થયું એવું કે – માસુમ દીકરીનું કરુણ મૃત્યુ…

Published on: 11:10 am, Thu, 21 July 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. બુધવારના રોજ એક 6 વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બાળકીના ગળામાં ચોકલેટ ફસાઈ જતા બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટના બનતા જ બાળકીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે બાળકી પોતાના ઘરે હતી અને સ્કૂલ બસ ચડવાની હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલી બાળકીનું નામ સામન્વી પુજારી હતું. ઘટનાના દિવસે સવારે સામન્વી સ્કૂલે જવા માટે રાજી ન હતી. માતા પિતા અને પરિવારના સભ્યો સામન્વીને જેમ તેમ કરીને સ્કૂલે જવા માટે મનાવે છે.

દીકરી ની માતા દીકરીને મનાવવા માટે તેને એક ચોકલેટ આપે છે. ત્યારે દીકરીનું સ્કૂલનું વાહન આવી જાય છે. સ્કૂલના વાહનને જોઈને સામન્વીએ રેપરની સાથે ચોકલેટ મોઢામાં મૂકી દીધી હતી. રેપરની સાથે ચોકલેટ મોઢામાં મુકતા જ દીકરીના ગળામાં રેફર ફસાઈ ગયું હતું.

તેથી તેનો શ્વાસ રુંધાઈ જતા તે બસના દરવાજા પાસે જ બેભાન થઈને પડી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ બેભાન થયેલી સામન્વીને ભાનમાં લાવવા માટે બસના ડ્રાઈવરે અને પરિવારના લોકોએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ માસુમ દિકરી ભાનમાં આવી નહીં.

ત્યારબાદ પરિવારના લોકોએ દીકરીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી.

દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે. પરંતુ હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ગળામાં ચોકલેટનું રેપર ફસાઈ જવાના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. દીકરીના મૃત્યુના કારણે તેની સ્કૂલમાં પણ રજા ની જાહેરાત કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતા આ વાતનું જરૂર ધ્યાન રાખજો…! 6 વર્ષની દીકરીને સ્કૂલે મોકલવા માટે માતાએ દીકરીને ચોકલેટ આપી, ત્યારબાદ થયું એવું કે – માસુમ દીકરીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*