ખેતરમાં કામ કરતી વખતે 28 વર્ષના યુવક સાથે એવી દર્દનાક ઘટના બની કે… શરીરના બે અલગ-અલગ ટુકડા થઈ ગયા…

Published on: 1:05 pm, Fri, 25 August 23

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગુરુવારના રોજ એક યુવકને એવો દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, એક 26 વર્ષનો યુવક 11 KV લાઈનની અડફેટેમાં આવી ગયો હતો. જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

કરંટ એટલો ભયંકર હતો કે યુવકના શરીરના બે અલગ અલગ ટુકડા થઈ ગયા હતા. આ ઘટના બધા જ ગામના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે એકઠી થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા યુવકનું મૃતદેહ જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા. આ દર્દનાક ઘટના રાજસ્થાનના બુંદીમાંથી સામે આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા યુવકનું નામ લોકેશ મીણા હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. લોકેશ ખેતરમાં સિંચાઈનું કામ કર્યા પછી 3 ફેઝ ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવી ગયો હતો.

જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં લોકેશનો કમરનો ભાગ સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો. જેના કારણે તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે કે લોકેશ તેના પરિવાર સાથે અન્ય કોઈની જમીનમાં ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. લોકેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળી રહ્યું છે કે, ટ્રાન્સફોર્મરમાં જુગાડ કરીને પાવરની ચોરી કરવામાં આવતી હતી. જેના કારણે કેટલીક હાઈ ટેન્શન લાઈન જમીન પર પડેલી હતી. જેથી લોકેશને ખબર ન રહી અને તે હાઈ ટેન્શન લાઈનની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં કામ કરતી વખતે 28 વર્ષના યુવક સાથે એવી દર્દનાક ઘટના બની કે… શરીરના બે અલગ-અલગ ટુકડા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*