7 વર્ષનો બાળક પોતાના દાદા પાસેથી 10 રૂપિયા લઈને બિસ્કીટ લેવા નીકળ્યો, ત્યારે થયું એવું કે પરિવારમાં શોકનું મોજુ વળી ઉઠ્યું.

141

દેશમાં દિવસેને દિવસે અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે જેના ભાગ્યમાં જે લખ્યું છે તે થવાનું જ છે એ ભલે ઉંમર નાની હોય કે મોટી. ત્યારે હાલમાં તેઓ જ એક બનાવ સામે આવ્યો છે આ બનાવ સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે.

સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ દહેગામના હિલોલ ગામ માં એક બાળકે તેમના દાદા પાસેથી દસ રૂપિયા લઈને ગામમાં આવેલી દુકાનમાં ચાર વર્ષની બાળકી સાથે બિસ્કીટ લેવા ગયો હતો. ત્યારે બિસ્કીટ લેવા ગયેલા બાળકને એક ઈકો કારે ટક્કર મારી હતી.

ઇકો કાર બાળક પર ચઢી જતા બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના 6 ઓગસ્ટ ની છે. બપોરના સમયે દાદા બકાજી તેમના પુત્ર કિશન ના ઘરે આરામ કરી રહ્યા હતા.

ત્યારે તેમનો પૌત્ર મૌલિક તેમની પાસે ગયો અને બિસ્કીટ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇને દાદાએ તેમના પૌત્ર મૌલિક ને દસ રૂપિયાની નોટ આપી.

ત્યારબાદ મૌલિક ચંદ્રિકા સાથે ગામમાં આવેલી દુકાનમાં બિસ્કીટ લેવા માટે ગયો હતો. ત્યારે રોડ પરથી આવેલી એક ઈકો કારે મૌલિક અને ચંદ્રિકા ને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં કારચાલક ઘટનાસ્થળેથી કાર લઇને રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં ગામના લોકો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ તેમના દાદાને કરી હતી. ત્યારે મૌલિક ને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મૌલિક નું મૃત્યુ થયું હતું. ભગવાને આ નાનકડા જીવને પોતાની પાસે લઇ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!