ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની ફરી વખત એક મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે ફરી ચોમાસું સક્રિય…

Published on: 9:50 am, Thu, 12 August 21

રાજ્યમાં વરસાદને લઇને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે.

એટલું જ નહીં આગાહી મુજબ રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.

તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડે તેવી આગાહી છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે.

આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ સુધી સીઝનનો કુલ 36.17 ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષ કરતાં ઓછો છે.

હાલમાં તો વરસાદ પાછો ખેંચાતા ખરીફ પાકને નુકસાન જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નહિવત જોવા મળશે.

પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 17 ઓગસ્ટ પછી વરસાદ ધમાકેદાર એન્ટ્રી છે અને આ વરસાદ ખેડૂતો માટે સારો રહેશે જેથી ખેડૂતોને પાક બળી જવાની ચિંતામાંથી મુક્તિ મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની ફરી વખત એક મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે ફરી ચોમાસું સક્રિય…"

Leave a comment

Your email address will not be published.


*