વુહાન માં ખરેખર શું થયું હતું ? ચીનના ડોક્ટરે કારનામા પરથી પડદો હટાવ્યો

Published on: 10:20 am, Wed, 29 July 20

ચીનના એક પ્રમુખ ડોક્ટરે કોરોનાવાયરસ ને લઈને મોટો દાવો કર્યો છે . બીબીસી સાથે વાતચીત દરમિયાન પ્રોફેસર કવોક યુંગ યુએને કહ્યું કે તેઓ માને છે કે કોરોના શરૂ થવા પર સ્થાનિય અધિકારીઓએ આ બીમારીને છુપાવી હતી. શરૂઆતી દિવસોમાં વુહાન માં કોરોના ની તપાસ કરનારા ડોક્ટર ક્વોક યુગ યુએને કહ્યું કે સાબિતી મિટાવી દેવામાં આવી અને ત્યારે ક્લિનિકમાં તપાસની સ્પીડ પણ ખૂબ ધીમી હતી . જણાવી દઈએ કે ડિસેમ્બર 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાં કોરોનાવાયરસ ના મામલા સામે આવ્યા હતા .

માર્કેટને પહેલેથી જ સાફ કરી દેવામાં આવ્યું હતું . માટે તમે કહી શકો છો કે ક્રાઇમ સીન ને પહેલેથી જ બદલી દેવામાં આવ્યું હતું . ચીની ડોક્ટરે કહ્યું કે સુપરમાર્કેટ ને સાફ કરી દેવામાં આવ્યું હતું અમે કોઈપણ વસ્તુ ની ઓળખાણ ન કરી શકે જેનાથી વાયરસ માનવીઓમાં ફેલાય હોય . કવોક યૂંગ યુએને કહ્યું કે મને પણ શંકા છે કે વુહાન માં મામલાને છુપાવવા માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા હતા .

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી દુનિયામાં કોરોના ના આ મામલાની સંખ્યા 1.66 કરોડ થઇ ગઇ છે. જ્યારે 6.56 લાખથી વધારે લોકોના મોત આ જીવલેણ વાયરસ ના કારણે થયા છે.હજુ પણ કોરોનાવાયરસ ના કેસો ઝડપથી વધી રહ્યા છે . માત્ર અમેરિકામાં વાયરસથી અત્યાર સુધીમાં 44 લાખથી વધારે લોકો સક્રિય થઈ ગયા છે . જ્યારે 1.5 લાખથી વધારે લોકોના મોત થયા છે . તેના કારણે અમેરિકા અને ચીનના સંબંધમાં પણ ઘણી કડવાશ આવી ગઈ છે.

Be the first to comment on "વુહાન માં ખરેખર શું થયું હતું ? ચીનના ડોક્ટરે કારનામા પરથી પડદો હટાવ્યો"

Leave a comment

Your email address will not be published.


*