કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉન પછી ભારતીય અર્થતંત્રને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે રાહતો આપવાની છૂટછાટો શરૂ કરી દીધી હતી.બે મહિનામાં બે તબક્કામાં મોદી સરકારે સંખ્યાબંધ છૂટછાટો આપેલ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટ અનલૉક 3 ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક – 3માં મલ્ટિપ્લેકસ અને સીંગલ સિનેમા હોલ અને જીમ ખોલવાની મંજૂરી મળી શકે છે.જોકે દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
27 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અનલૉક 3 અંગેની ચર્ચા કરવામાં આવેલ હતી.31 મી જુલાઈ એ બીજો રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઈ રહી છે.