ગુજરાતમાં રૂપાણી સરકાર ના મંત્રીમંડળ ના વિસ્તરણની વહેતી થયેલી વાતો પર હાલ પુર્ણવિરામ લાગી ચૂક્યું છે.જેમાં ભાજપ પ્રદેશ ના પ્રમુખ બદલાયા બાદ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અનેક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાની વાતો વહેતી થઈ હતી.તેની માટે સી.એમ રુપાણી એ રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી હોવાની માહિતી સુત્રો તરફથી મળી રહી છે.
જેમાં આ સમગ્ર બાબતને બળ ત્યારે મળ્યું હતું જ્યારે સીએમ આવાસ અને મંત્રીઓના આવાસ ની આસપાસ ખાલી પડેલા બંગલાઓ અને સચિવાલયમાં ઓફિસોની સાફ-સફાઇ કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી અને અન્ય ધારાસભ્યોને જે મંત્રી પદ માટે રાહ જોઈને બેઠા છે તેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી હતી.
જો કે સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ હાલ આવી રહેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી અને તેની બાજુ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે હાલ રૂપાણી મંત્રી મંડળમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતા નહિવત છે.જેના લીધે મંત્રી બનવા ઇચ્છતા ભાજપના ધારાસભ્યો હવે થોડા લાંબા સમય સુધી રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.