હાર્દિક પટેલ ને લઈને ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ માગણી કરી , જાણો વિગતે

Published on: 10:46 am, Wed, 29 July 20

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી ન આપવા માટે રાજ્ય સરકારે આજે સેશન્સ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું . જેમાં સરકારે રજૂઆત કરી હતી કે હાર્દિક જામીનની શરતોનો ને વારંવાર ભંગ કરે છે , તેથી જામીન ની શરતોમાં ફેરફાર કરવાની અરજી નામંજૂર કરવી જોઇએ . આ અરજી અંગે ચુકાદો આજે આપવામાં આવશે .

વર્ષ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત રેલી સમયે હાર્દિક પર નોંધાયેલા કેસમાં હાર્દિક પટેલને જામીન આપનાર સમયે કોર્ટે શરત રાખી હતી કે તે ટ્રાયલ કોર્ટ ની પરવાનગી વિના ગુજરાતની હદ છોડી શકશે નહીં . આ શરત રદ કરવા માટે હાર્દિક કોર્ટમાં અરજી કરેલ છે.

અરજીનાવિરોધમાં પોલીસ તરફથી સેકશન જજ બીજે ગણાત્રા સમક્ષ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ ની રજૂઆત હતી . કે આ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હાર્દિક સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ થયું હતું અને ત્યારબાદ કોર્ટમાંથી ફરી જામીન મળ્યા હતા . અન્ય કેસમાં પણ તેની સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ થયા છે તેથી જમીનની શરત રદ કરવાની અરજી નામંજૂર કરવી જોઈએ .

Be the first to comment on "હાર્દિક પટેલ ને લઈને ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ માગણી કરી , જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*