ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઇને પાટીદાર સમાજના યુવકો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતા તેમાંથી હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયા અને નિખિલ સવાણી જેવા ચેહરા ઓએ પોતાની મરજીથી રાજકીય પક્ષમાં જોડાઈ ગયા છે. પરંતુ હજુ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચેહરા અલ્પેશ કથેરીયા કયા પક્ષમાં જોડાય તે ચર્ચાને વેગ પકડી રહી છે.
અલ્પેશ કથેરિયા સહિત પાસ ના નેતાઓએ જ્યારે અનામત આંદોલન શરૂ કર્યું હતું ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી. ભારતીય જનતા પાર્ટી સામે પાટીદાર યુવાનોનો નેતાઓએ પોતાનું આંદોલન શરૂ કર્યું હતું. આ ઉપરાંત પાર્ટીમાં જવું છે અલ્પેશ કંથીરીયા માટે સહેલું નહીં રહે પરંતુ રાજકારણમાં કોઈ પણ શક્ય છે.
તેમજ અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલ સાથે કોંગ્રેસ માં પ્રવેશી શકે છે પરંતુ હાલમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી થતા અલ્પેશ કથીરિયા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ નિષ્ફળ થઈ શકે છે.
આ ઉપરાંત અલ્પેશ કથીરિયા પાસે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે નો એક વિકલ્પ છે. અલ્પેશ કથીરિયાએ થોડાક દિવસો પહેલા જે પ્રકારના નિવેદન આપ્યા છે, અને પાટીદારો જે રીતે આમ આદમી તરફ વળી રહ્યા છે. તે જોતા લાગી રહ્યું છે કે અલ્પેશ કથીરિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
તેમજ પાટીદાર આંદોલન વખતના અલ્પેશ કથીરિયા ના સાથી ગોપાલ ઇટાલીયા પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. તેમજ પાટીદારનો મોટો ચહેરો એવા મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. ત્યારે થોડાક દિવસો પહેલા નિખિલ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
જો અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો તેઓ સુરતથી પોતાની રાજકીય સફર ની શરૂઆત કરી શકે છે. પાટીદાર મતદારો સૌથી વધુ વરાછા અને કામરેજ બેઠક ઉપર જોવા મળે છે.
જો અલ્પેશ કથીરિયા મેદાનમાં ઉતર્યા તો આમ આદમી પાર્ટીને પણ મોટો પડકાર મળી શકે છે. અલ્પેશ કથેરિયા આમ આદમી પાર્ટીમાં જોડાય અને ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં ઘણા ડખા ઉભા થઇ શકે છે.
છતાં પણ અલ્પેશ કથેરિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત જો અલ્પેશ કથીરિયા રાજકીય કારકિર્દી ના શરૂ કરે તો સમાજ માટે એક મોટા કદાવર મેતા તરીકે પોતે ભૂમિકા ભજવી શકે છે.
પાટીદાર આંદોલન વખતે ના યુવા નેતાઓ રાજકીય પક્ષમાં જોડાઈ ગયા છે પરંતુ અલ્પેશ કથીરિયા એક જ પાટીદાર સમાજના યુવા આગેવાન તરીકે મજબૂત રીતે સમાજમાં સ્થાન જમાવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment