લખનઉ-અયોધ્યા હાઈવે પર ઊભેલી બસની સાથે ટ્રેલરનું અકસ્માત, અકસ્માતમાં 18 પ્રવાસીના મૃત્યુ…

93

દેશમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને આવા માહોલમાં અકસ્માતની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે. અયોધ્યા હાઈવે પર રોડ કિનારે એક ખરાબ થઈ ગયેલી ડબલડેકર બસ ઉભી હતી. ત્યારે લખનઉ તરફથી આવી રહેલા એક ટ્રેલરે બસની જોરદાર ટક્કર મારી હતી.

જેના કારણે બસ સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ટક્કરની ઝપટમાં આવી ગયા હતા. ટ્રેલરે બસની એટલી જોરદાર ટક્કર મારી કે આ અકસ્માતમાં લગભગ 18 લોકો મૃત્યુ પામ્યા છે.

અકસ્માત દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રામસનેહિઘાટ સ્ટેશન વિસ્તારમાં લખનઉ-અયોધ્યા હાઈવે પર કલ્યાણી નદીના પુલ પર સમગ્ર ઘટના બને છે.

મળતી માહિતી મુજબ પુલ પર ખરાબ પડેલી બસને લખનઉ થી આવી રહેલા ટ્રેલરે જબરદસ્ત ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન 11 લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.

અને ત્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં કુલ 18 લોકો મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ જે લોકો વધારે ઇજાગ્રસ્ત થયા હતા તેને લખનઉ રીફર કરવામાં આવ્યા છે.

તેમજ બારાબંકી જીલ્લા હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!