કોરોના ની કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર ?,જાણો વિગતે

Published on: 11:01 am, Fri, 14 August 20

ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આની સાથે જ ગુજરાતમાં કોરોના થી દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 77.42% છે. ગુજરાત રાજ્યમાં હાલ કોરોના ના કુલ એક્ટિવ કેસ 14210 છે. જેની સામે 58467 લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે.

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો સતત વધી રહ્યો છે. તેમ જ કેટલાય દિવસથી કોરોનાના દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે. ત્યારે કોરોના કહેર વચ્ચે ગુજરાતના લોકો માટે મોટા રાહત ના સમાચાર સામે આવેલ છે. ગુજરાતમાં દૈનિક કેસો વધી રહ્યા હોવા છતાં એક્ટિવ કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં નવા આવી રહેલા કેસોની સામે રિકવરી ખૂબ જ સારો છે. ગુજરાતમાં હાલ કોરોના કુલ કેસ 14210 છે .જેની સામે 58, 467 લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે.

ગુજરાત રાજ્યમાં કોરોના થી દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 77.42 ટકા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે 50 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા . જે ટેસ્ટ પ્રતિ મીલીયન વસ્તીના 781.80 છે. ગઈકાલે 13 ઓગસ્ટ કોરોના ના 1092 કેસ આવ્યા હતા, જેની સામે 1046 દર્દીઓ સાજા થયા હતા.

ગુજરાત રાજ્ય એક સમયે કોરોના ના કેસો ના બીજા ત્રીજા નંબરે પહોંચી ગયું હતું . જોકે કોરોના નવા કેસ અન્ય રાજ્યોની સરખામણીમાં કંટ્રોલ માં આવતા તેમજ રિકવરી રેટ પણ વધતા હાલ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે.

રાજ્યોમાં ગઈકાલે વધુ 18 લોકોના મોત સાથે કોરોના નો ફૂલ મૃત્યુ આંક 2733 પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14310 એક્ટિવ કેસ છે. જ્યારે 58439 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 79 દર્દી ને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે. 14231 લોકો સ્તબ્લે છે. રાજ્યમાં કુલ સંક્રમિત લોકો ની સંખ્યા 75, 482 પર પહોંચી છે.

Be the first to comment on "કોરોના ની કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર ?,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*