ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 પૈકી પાંચ બેઠકોના એમએલએ 14,15 માર્ચે રાજીનામા આપ્યા હતા . એ નિસબત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- 1950 અન્વયે 13 સપ્ટેમ્બર પૂર્વ પેટા ચૂંટણી દ્વારા નવા પ્રતિનિધિઓ ચૂંટાવું અનિવાર્ય છે . એ સમય મર્યાદાના વચ્ચે હવે મહિનો પણ રહ્યો નથી . આથી 13 સપ્ટેમ્બર પૂર્વ ગુજરાતમાં પેટાચૂંટણી શક્યતા ઉપર પાણી ફરી વળ્યું છે.
ભારતના મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન આયોગ સુનીલ અરોડા સહિત ત્રણેય નીર્વચન આયુકત વચ્ચે આજરોજ બેઠક મળનાર છે. આ બેઠકમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી તેની નિયત સમય મર્યાદા વધારવામાં આવશે? સ્થગિત રહેશે કે પછી ઠેલાશે તે સંદર્ભે નિર્ણય થાય તેમ મનાય છે.
કોરોના મહામારી ના કારણે ભારતના મુખ્ય ચૂંટણી પણ આ અગાઉ 7 સપ્ટેમ્બર જેની મુદત પૂર્ણ થતી હતી . તેવા અનેક રાજ્યોની 57 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી હાલ પૂરતી સ્થગિત રાખવાનું જાહેર કર્યું હતું . ચૂંટણીની પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 20 દિવસ જરૂરી છે .જાહેરાત મતગણતરી પૂર્વના 35-40 દિવસ પહેલા થતી હોય છે. આંથી ગુજરાતમાં પેટાચૂંટણી તેના નિર્ધારિત સમય કરતા વિલંબ થશે તે લગભગ નક્કી થઈ ચૂક્યું છે.