સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય , જાણો વિગતે

સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના નું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે. રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સુરતની મુલાકાતે બે વખત આવી ચૂક્યા છે. સુરતમાં વધતા જતા કોરોના ના કેસ ને અટકાવવા માટે તંત્ર દ્વારા મુસાફરીના લઇને મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

સુરત થી આવતી જતી એસ.ટી.બસમાં મુસાફરી કરતા મુસાફરોને લીધે કોરોના નું સંક્રમણ વધી રહ્યું હોવાનું ગણતરીએ એસટી તંત્રે સુરત થી આવતી જતી તમામ એસટી બસની સેવા બે તબક્કે 12 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી.હજુ પણ કોરોના નું સંક્રમણ વધતું જતું હોવાથી વધુ એક સપ્તાહ સુધી સુરત એસટી બસ નહીં દોડાવવાનો નિર્ણય ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 27 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી એસટી સેવા બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર જીણવટ પણે કાર્ય કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા છેલ્લા 14 દિવસથી ખાનગી કે સરકારી બસને સુરતમાં આવવાની પરવાનગી આપવામાં આવી નહોતી. ખાનગી બસને લઈને તંત્ર દ્વારા કોઈ ચોખવટ પણ એ વાત કરવામાં આવેલ નથી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*