દેશના લાખો લોકોને પસંદ આવી ભારત સરકારની આ મહત્વની યોજના , જાણો યોજના પાછળ નું લોકોનું મંતવ્ય

193

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી યોજના હેઠળ પાંચ લાખથી વધુ લોકોએ અરજી કરેલ છે. ધીરાણ ની પ્રક્રિયા 2 જુલાઈથી શરૂ થઈ ગઈ છે.પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના શરૂ થવાથી રસ્તા પર લારી લગાવીને પોતાનો વેપાર કરતા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. જે કોરોનાવાયરસ લોકડોઉન બાદ ફરીથી પોતાનું કામ શરૂ કરવા માટે સસ્તી લોનની શોધ કરી રહ્યા છે.

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના માં અનુસૂચિત વ્યવસાયિક બેંકો ઉપરાંત જાહેર અને ખાનગી બેંકો પ્રાદેશિક ગ્રામીણ બેંકો , સહકારી બેંકો, સ્વ સહાય જૂથ બેંકો સિવાય લોન આપતી સંસ્થાઓના રુપમાં નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને લધુ નાણાકીય સંસ્થાઓને યોજના સાથે જોડીને આ નાના ઉદ્યોગો માટે દ્વાર સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાનો વિચાર છે. ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ પર વિક્રેતાઓને લાવવા તેમના ક્રેડિટ પ્રોફાઈલ નું નિર્માણ કરવા માટે બહુ જ મહત્વપૂર્ણ ઘટક છે . જેથી તેમને ઔપચારિક શહેરી અર્થવ્યવસ્થાનું ભાગ બનવામાં મદદ મળી શકે છે.

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર તેનો હેતુ શહેરી વિસ્તારોમાં અને તેની આસપાસના અઘ શહેરી ગ્રામિણ વિસ્તારોમાં આશરે 50 લાખ શેરી વિક્રેતાઓ અને covid 19 ના લોકડોઉન પછી તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે કોઇપણ બાયધરી વગર એક વર્ષ માટે 10 હજાર રૂપિયા સુધીની વર્કિંગ કેપિટલ લોન ની સુવિધા આપવામાં આવેલ છે. તે લોનની ની ચુકવણી માટે પ્રોત્સાહન રૂપે વાર્ષિક 6% વ્યાજ સબસીડી નિર્ધારીત ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂપિયા 1200 સુધીનું કેસબેક અને વધુ લોન માટેની યોગ્યતા પણ પ્રદાન કરવામાં આવેલ છે

આ યોજનાના અમલીકરણની જવાબદારી સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલ છે. સ્ટ્રીટ વેન્ડર્સ ને ઉધાર આપવા માટે આ નાણાં ધીરનાર સંસ્થાઓને લખો તેમજ મધ્યમ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી ફંડ ના માધ્યમથી પ્રોત્સાહિત કરવાના હેતુ તેમના આધાર પર એક ગેરંટી કવર પ્રદાન કરવામાં આવેલ છે.