ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગતવાર

Published on: 10:22 am, Fri, 24 July 20

ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ બધા વચ્ચે આ ચૂંટણીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી ANI ના હવાલાથી આવેલા અહેવાલ પ્રમાણે દેશમાં 7 સપ્ટેમ્બર સુધી યોજનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલ છે.દેશમાં કોરોના મહામારી અને કેટલાંક રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે.

નોંધનીય છે કે,ગુજરાતમાં મોરબી, ગઢડા ,લીમડી ,અબડાસા, કરજણ ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર સપ્ટેમ્બર મહિનામાં પેટા ચૂંટણી યોજાવાની હતી.

જોકે ચૂંટણી પંચના નિર્ણયને કારણે ગુજરાત સહિત દેશમાં યોજાનારી પેટા ચૂંટણીઓ હાલ પૂરતી ટળી ગઈ છે. ચૂંટણીપંચ દ્વારા અહેવાલ માં કહેવાયું છે કે અનુકૂળ સમય ચૂંટણીઓ યોજવામાં આવશે.