દેશમાં કોરોનાવાયરસ ભયાનક સ્થિતિ સર્જી રહ્યો છે. વાઇરસ હવે આગની જેમ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો હોવાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
કોરોના સામે લડી રહેલી રાજ્ય સરકારો જાતજાતના ઉપાયો કરી રહી છે.હવે ઝારખંડ સરકારે તો માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને એક લાખ રૂપિયા દંડ ફટકારવાની જાહેરાત કરેલ છે.
ઝારખંડ રાજ્ય ના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે, માસ્ક નહિ પહેરવા પર એક લાખ સુધીનો દંડ થઈ શકે છે અને તે માટે પહેલા કેસ કરવામાં આવશે. બીજી તરફ લોકડાઉન ના નિયમો તોડનારને બે વર્ષની જેલ પણ થઇ શકે છે.
ઝારખંડમાં કોરોના ના અત્યાર સુધીમાં 6700 કેસ સામે આવી ચૂક્યા છે.જેના પગલે ઝારખંડ સરકારે હવે માસ્ક નહીં પહેરનારને તોતિંગ દંડ ફટકારવાની જાહેરાત કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 12 લાખને પાર જતી રહી છે.તેમાંથી 4.26 લાખ જેટલા એક્ટિવ છે અને 29 હજાર ઉપરાંત લોકો ભારતમાં આ વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.