કોરોનાવાયરસ ના કહેર વચ્ચે દિલ્હી એ આપ્યા સારા સમાચાર , દેશ આખો રાહત ના શ્વાસ લેશે

Published on: 10:36 am, Thu, 23 July 20

દિલ્હીના શીરા લોજીક સર્વેના પરિણામ આવી ગયા છે . નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને દિલ્હી સરકારના આ સર્વેમાં 22.86 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. 27 જૂન થી 10 જુલાઈ વચ્ચે થયેલો સર્વ જણાવે છે કે આ પરિણામ આખા દેશ માટે રાહતના સમાચાર છે કેમ કે દિલ્હીમાં ગત મહિના સુધી ઝડપથી કેસ વધી રહ્યા હતા. દિલ્હીના મોનીટરીંગ કમિટીના સભ્ય ડો . ડિકે સરીન કહે છે કે લોકોમાં અડી યુનિટી ડેવલોપ થઈ છે તેમના જણાવ્યા પ્રમાણે ઇમ્યુનિટી ડેવલપ થવાથી આવનારા દિવસોમાં નવા કેસો ઘટાડો જોવા મળશે .

એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં ડો. સરિન પણ કહ્યું કે આ ડેટા આખા દેશ માટે સારા સંકેત છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર સુધી કેસની સંખ્યા ઘણી ઓછી થઈ જશે. ICMR આવો જ સર્વે આખા દેશમાં કરી ચૂક્યું છે. દિલ્હીમાં લોકલ લેવલ પર સર્વે કરવામાં આવ્યો છે. આ જ રીતે અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણના આધાર પર શીરો સર્વે કરવામાં આવી શકે છે, જેનાથી અનેક લોકોમાં યુનિટી ડેવલોપ થઈ છે તેની જાણકારી મેળવી શકાય છે.