અમદાવાદની આ ચાર હોસ્પિટલ હવે નહીં આપી શકે કોરોના ની સારવાર, વાંચી લો એકવાર યાદી

Published on: 10:38 am, Fri, 24 July 20

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં AMC એ શહેરની ચાર હોસ્પિટલ પર કોરોના ની સારવાર માટે ડી નોટી ફાય કરી છે.એટલે કે હવે આ ચાર હોસ્પિટલો કોરોનાવાયરસ ના સંક્રમિત દર્દીઓની સારવાર કરી નહીં શકે. જેમાં બોડીલાઈન હોસ્પિટલ પાલડી, સેવિયર એનેકસ આશ્રમ રોડ, તપન હોસ્પિટલ સેટેલાઇટ અને તપન રખિયાલ બાપુનગર વગેરે હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત ચાર હોસ્પિટલો સામે કેટલીક ફરિયાદો થઇ હતી જેના કારણે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોના ની સારવાર માટે નક્કી થયેલી હોસ્પિટલોની ચકાસણી માટે ઝોનલ આશી પ્રોફેસર, ડે હેલ્થ ઓફિસર, એસવીપી હોસ્પિટલના મેડીસીન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓએસડી ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવેલ હતી.

તેમની ચકાસણી ચારેય હોસ્પિટલમાં ખાનગી બેડ કરતા એએમસીના ક્વોટાની બેડ માં બહુ જ ઓછા દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.મૃત્યુદર પણ ઉંચો હતો અને તેઓ કોરોના ના દર્દીઓ ના ડેટા પણ યોગ્ય રીતે આપી શકતા ન હતા વગેરે ખામીઓ ના રિપોર્ટ કમિશનર મુકેશકુમાર ને સુપ્રત કર્યા હતા.

જેના કારણે કમિશનરે તાત્કાલિક અસરથી આ ચારેય હોસ્પિટલોને કોરોના ની સારવાર માટે નક્કી કરાયેલા હોસ્પિટલોના લિસ્ટ માંથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવેથી આવા હોસ્પિટલ નક્કી કરેલ બેડ પર કોરોનાના એક પણ દર્દીઓ દાખલ કરી શકશે નહીં.

Be the first to comment on "અમદાવાદની આ ચાર હોસ્પિટલ હવે નહીં આપી શકે કોરોના ની સારવાર, વાંચી લો એકવાર યાદી"

Leave a comment

Your email address will not be published.


*