ભારતમાં તૈયાર થયેલી કોરોનાવાયરસ ની દવા લોન્ચ થવા તરફ જઈ રહી છે. ભારતની દવાની ખાસ વાત એ છે કે આ દવા ખૂબ સસ્તી અને કોરોના સામે લડવા માટે અસરકારક છે. CSIR દ્વારા કોવીદ 19 ની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી દવા ફેવિપિરાવિર ને લોન્ચ કરવા માટે દવા કંપની પૂરી રીતે તૈયાર છે.
નિવેદન મુજબ સિપલાએ તેનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે અને ભારતના DCGI દ્વારા દવાને ભારતીય બજારમાં મૂકવાની પરવાનગી મળી ગઈ છે. સીપલા હવે દર્દીઓની સારવાર માટે કોરોના ની દવા લાવી રહ્યું છે.
આસંબંધમાં CSIR – IICR ડાયરેક્ટર એસ ચંદ્રશેખર નું કહેવું છે કે ઔદ્યોગિક બહુ સસ્તી અને અસરકારક છે. જેથી તેની મદદથી સિપ્લા ઓછા સમયમાં વધારે દવા નું પ્રોડક્શન કરી શકે.