હવે બદલાશે બાઈક પર બેસવાની રીત, મોદી સરકારે જાહેર કર્યો નવો નિયમ

Published on: 5:59 pm, Fri, 24 July 20

છેલ્લા કેટલાક સમયમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સલામતીને ધ્યાનમાં રાખીને ઘણા નિયમમાં ફેરફાર કરી રહ્યા છે . કેટલાક નવા નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે. મંત્રાલયની નવી ગાઇડલાઇન બાઇકની સવારી કરનાર લોકો માટે તો આવો વિશે વિસ્તારથી જાણીએ.

મંત્રાલય તરફથી આપવામાં આવેલ ગાઇડલાઇન પ્રમાણે બાઇકના બંને તરફ ડ્રાઇવરની સીટ પાછળ હેન્ડ હોલ હશે. તેનો હેતુ પાછળ બેસનાર લોકોની સેફટી છે.અત્યાર સુધી વધારે પડતી બાઈકમાં સુવિધા હતી નહિ એ સાથે જ બાઈક ની પાછળ બેસનાર લોકોની બંને તરફ પાયદાન ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય બાઈક ના પાછળના પેડા ની જમણી બાજુનો ઓછો માં ઓછો ભાગ સુરક્ષિત રીતે કવર થશે. જેથી પાછળ બેસનાર લોકોને કપડા પાછળના પેડા માં ઉલજે નહીં.

મંત્રાલય બાઈકમાં હળવું કન્ટેનર લગાવવા માટે પણ દિશાનિર્દેશ જાહેર કર્યા છે.આ કન્ટેનર ની લંબાઈ 550 મીમી અને પહોળાય 510 મિલી અને ઊંચાઇ 500 મી.મી થી વધારે નહીં હોય.કન્ટેનર ને પાછળ ની સવારી ના સ્થાન પર લગાવવામાં આવશે તે માત્ર ડ્રાઇવરની જ મંજૂરી હશે . મતલબ કે કોઈ બીજી સવારી બાઈક પર નહીં થાય તો છેલ્લી સવારીના સ્થાનની પાછળ લગાવવાની સ્થિતિમાં બીજા વ્યક્તિને બાઈક પર બેસવાની મંજૂરી હશે. સરકાર સમય-સમય પર આ નિયમોમાં ફેરફાર કરતી રહેશે.