કોરોના કહેર વચ્ચે અમદાવાદથી શું આવ્યા ખરાબ સમાચાર? જાણીને ચોંકી જશો

Published on: 2:49 pm, Fri, 11 September 20

ગુજરાતમાં કોરોના નું સૌથી વધુ સંક્રમણ હાલ સુરત અને અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં જ કોરોના ના કુલ કેસો 3500 પાર થઈ ગયા છે. શહેરીજનો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કોરોના ને માત આપનાર લોકો અને તબીબી ફરીથી સંક્રમિત થતાં ચિંતા વધી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે LG હોસ્પિટલના તબીબી બાદ SVP ના તબીબ કોરોનાથી પુનઃ સંક્રમિત થયા છે. મેડિસિન વિભાગના તબીબે ગત મહિને કોરોના આવ્યા બાદ સારવાર કરાવી હતી. સોમવારે કોરોના ટેસ્ટ કરાવતા ફરી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં કોરોના પોઝિટિવ થવાની પ્રથમ ઘટના છે.કોરોના બાદ એન્ટીબોડી બનવાની શારીરિક સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!