ગુજરાતમાં શાળાઓ ની ફી માફી અંગે આજે હાઇકોર્ટ આપશે ચુકાદો, જાણો વાલીઓ ને ફીમાં કેટલી રાહત મળી શકે?

Published on: 2:31 pm, Fri, 11 September 20

આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી છે ત્યારે વાલીઓને ફી માં 25 ટકાની રાહત મળવાની શક્યતા છે.સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈ કોર્ટમાં ગુરુવારે સોગંદનામું કરીને 25 ટકા માફી ની ફોર્મ્યુલા નો વિરોધ કર્યો છે પણ હાઇકોર્ટ વાલીઓને રાહત આપવાની તરફેણ કરી છે.તે જોતા 25 ટકા ફી માફી નો ચુકાદો હાઇકોર્ટે આપે તેવી શક્યતા છે. આજે હાઈકોર્ટમાં એક સોગંદનામું કર્યું છે. આ અરજી પર ચીફ જસ્ટિસની ખંડપીઠે સુનાવણી થશે.

સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળાના સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યુલા સ્વીકાર્ય ન હોવાનું સોગંદનામું કર્યું છે. તેમનો દાવો છે કે, ફી રેગ્યુલેટરી કમિટી ની મંજૂરી નો વધારો જતા કરવા અમે તૈયાર છીએ ત્યારે 25 ટકા ફી માફી વધારે છે.

સંચાલકોએ ગયા વર્ષથી ફી યથાવત રાખી 5 ટકાથી 2 ટકા રાહત આપવાની તૈયારી બતાવી છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેજ ફી માફીની તૈયારી દર્શાવી છે.રાજ્યમાં પણ ખાનગી સ્કૂલોની ફી અંગે વિવાદ છે ત્યારે આ ચુકાદો ગુજરાત માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે.

રાજસ્થાનસરકારે પણ ગુજરાતની વિજય રૂપાણી સરકારની જેમ કોરોના દરમિયાન શાળા બંધ થાય ત્યારથી ફી ન વસૂલવા માટે સ્કૂલને આદેશ આપ્યો હતો.રાજસ્થાન સરકારના આદેશને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોને અપીલ પર હાઇકોર્ટે આદેશ આપ્યો છે.લગભગ 200 સ્કૂલોએ ત્રણ અલગ-અલગ અરજી કરીને રાજસ્થાન સરકારના આદેશને પડકાર્યો હતો. રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કુલ ફી લઇ શકતી ન હતી. કોરોના સંકટ ના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફ્રી વસૂલવા પર રોક લગાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!