અમિતાભ બચ્ચનના કાનમાં ઘૂસ્યો કાન ખજૂરો અને પછી થયું કંઈક એવું કે…

Published on: 3:21 pm, Fri, 11 September 20

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે.આ દિવસોમાં બિગ બી કોન બનેગા કરોડપતિ ના શૂટિંગમાં તેઓ વ્યસ્ત પણ હોય છે. તેમ છતાં પણ, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર લોકો સાથે જોડવાનું ભૂલતા નથી.

તાજેતરમાં જ તેમની તસવીર ખૂબ ચર્ચામાં આવી છે, જેમાં અભિનેતા તેમના કાન પકડતા જોવા મળે છે.આપ તસવીર અમિતાભ બચ્ચનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કરી હતી.ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને કહ્યું કે એક કાન ખજૂરો પૂછ્યા વગર કાનમાં ઘૂસી ગયો. ચાહકો પણ અભિનેતા ના ફોટા પર કૉમેન્ટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન નો આ ફોટો ‘ કોન બનેગા કરોડપતિ’ ના સેટનો છે, જેમાં અભિનેતા કાન પકડીને બેઠા છે. આ તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું,”એક કાન ખજૂરો પૂછ્યા વગર મારા કાનમાં ઘૂસ્યો. અમિતાભ બચ્ચનની આ કવિતાને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે,સાથે સાથે અભિનેતાની ભારે પ્રશંસા પણ કરી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને બોલિવૂડની સાથે-સાથે ટીવી જગતમાં પણ જબરદસ્ત ઓળખાણ બનાવી છે. અભિનેતા નો શો કોન બનેગા કરોડપતિ ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે.કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને કેબીસીની તૈયારીઓ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!