લગ્નના 9 મહિના બાદ એવું તો શું થયું કે, પત્નીને ઊંઘમાંથી ઉઠાડીને પતિએ તેને દર્દનાક મૃત્યુ આપ્યું… જીવ લેવાનું કારણ જાણીને પોલીસ પણ ચોકી ગઈ…

Published on: 10:39 am, Wed, 7 September 22

હાલમાં બનેલી રુવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ બેઝબોલના બેટ વડે સૌપ્રથમ પોતાની પત્ની ઉપર જીવલેણ પ્રહાર કર્યા ત્યારબાદ ગળુ દબાવીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. જીવ લેવાનું કારણ જાણીને પરિવારના લોકો જ નહીં પરંતુ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ ઘટના દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં સોમવારના રોજ બની હતી. સોમવારના રોજ એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

મીસલગઢવી વિસ્તારમાં 24 વર્ષીયા ટીના નામની મહિલાનો વહેલી સવારે જીવ લઇ લેવામાં આવ્યું હતું. મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિ ગૌરવ એ જ લીધો હતો. આરોપી પતિ ગૌરવની ઉંમર 26 વર્ષની છે. ગૌરવ નેશનલ હાઈવે પર આવેલી એન્જિનિયરિંગ કોલેજ પાસે કેફે ચલાવે છે. ગૌરવ અને ટીનાના 9 મહિના પહેલા જ લગ્ન થયા હતા. બંને વચ્ચે એવું તો શું થયું હશે કે ગૌરવે પોતાની પત્ની ટીનાનો જીવ લઈ લીધો.

મળતી માહિતી અનુસાર ગૌરવ એવું માની રહ્યો હતો કે, તેની પત્ની ટીના તેને પ્રેમ નહોતી કરતી, તે નાના ભાઈનું વધારે ધ્યાન રાખતી હતી. ગૌરવને શકતો કે તેની પત્ની અને તેના ભાઈ વચ્ચે અફેર છે. જેના પગલે ગૌરવ દારૂ પીને ઘરે આવવા લાગ્યો હતો, જે ટીના ને જરાક પણ પસંદ ન હતું. ગૌરવની દારૂ પીવાની ટેવ ના કારણે તેની પત્ની સાથે તેને સતત ઝઘડો થતો હતો.

ગૌરવ કોઈપણ બાબતમાં તેનાથી અલગ થવા માંગતો હતો. આટલું જ નહીં પરંતુ ઘટનાના બે દિવસ પહેલા તે ટીનાથી દૂર જવા માટે જયપુર ભાગી ગયો હતો. પરંતુ પરિવારના સભ્યો તેને મનાવીને પાછા ઘરે લઈ આવ્યા હતા. ઘટના બની તે દિવસે ગૌરવ એ રાત્રે ખૂબ જ દારૂ પીધો હતો. તે એવું વિચારી રહ્યો હતો કે તે પોતાની પત્નીથી અલગ નહીં થઈ શકે, એટલા માટે તેને પોતાની પત્નીનો જીવ લેવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો.

સોમવારના રોજ સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ અચાનક જ ગૌરવની ઊંઘ ઊડી ગઈ હતી. ત્યારે તેના રૂમમાં સુઈ રહી હતી. ત્યારબાદ ગૌરવ એ પોતાની પત્ની ટીનાને જગાડી અને તેની સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ ગૌરવએ ગુસ્સામાં આવીને બેઝબોલના બેટ વડે ટીનાના માથાના ભાગે જીવ લઈને પ્રહાર કર્યા ત્યારબાદ ગળુ દબાવીને ટીનાનો જીવ લઈ લીધો.

આ ઘટના બની ત્યારે ટીના બૂમાબૂમ કરી રહી હતી પરંતુ પરિવારના સભ્યો તેને બચાવવા માટે ન આવ્યા. ત્યારબાદ 5:00 વાગ્યાની આસપાસ આરોપી ગૌરવ ઘરેથી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ ત્યારબાદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો છ વાગ્યાની આસપાસ ગૌરવના પરિવારના લોકો ઘરમાં તાળું મારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર ત્યારબાદ પોલીસે આરોપી ગૌરવની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ સાત વાગ્યાની આસપાસ પોલીસ આરોપી ગૌરવની ધરપકડ કરીને તેના ઘરે પહોંચી હતી. ત્યારબાદ ગૌરવે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને આ સમગ્ર ઘટનાની વાતચીત પોલીસ સાથે કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 9 મહિના બાદ એવું તો શું થયું કે, પત્નીને ઊંઘમાંથી ઉઠાડીને પતિએ તેને દર્દનાક મૃત્યુ આપ્યું… જીવ લેવાનું કારણ જાણીને પોલીસ પણ ચોકી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*