કોરોના ને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે

Published on: 5:37 pm, Sat, 25 July 20

ગુજરાતમાં કોરોના ના વધતા કહેર વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવો દાવો કર્યો છે કે આગામી બે સપ્તાહમાં સંક્રમણને નિયંત્રિત કરી લેવામાં આવશે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરમાં જ સારવાર કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના નો રાફડો ફાટયો છે. દરરોજ 10 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેરમાં કોરોના ના હોટ સ્પોટ બની રહ્યા છે.મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનાથી નવી રણનીતિ અપનાવી છે.કોરોના ના લક્ષણો ગંભીર સ્તરે પહોંચતા સુધી દર્દીઓ લોકો હોસ્પિટલ સુધી જતા ન હોવાનું માલૂમ પડયા બાદ આ નવી રણનીતિ અપનાવવામાં આવેલ છે.

રાજ્યમાં કોરોના નો ચેપ કે લક્ષણ ધરાવતા દર્દીઓને ઓળખવા અથવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 1100 ધન્વંતરી રથ ફેરવવામાં આવી રહ્યાં છે.

તેઓએ કહ્યું કે માત્ર અમદાવાદમાં જ એક લાખ લોકોની ચકાસણી કરવામાં આવી છે.બે કલાકમાં જ ઉપલબ્ધ કરાવવાના ટાર્ગેટ સાથે હેલ્પલાઇન પણ ઉભી કરવામાં આવી છે.

Be the first to comment on "કોરોના ને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*