કોરોના કહેર વચ્ચે ગુજરાતનો એક જિલ્લો ફરીથી બન્યો કોરોના મુકત , જાણો

Published on: 6:22 pm, Sat, 25 July 20

ગુજરાતરાજ્યમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી તો એક હજારથી વધુ કેસો આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતને એક જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે . ડાંગ જિલ્લામાં ગઈકાલે બે દર્દીઓએ કોરોના ને મહાત આપતા આ જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે.

ડાંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ નવ કેસ નોંધાયા છે. આ તમામે કોરોના ને મહાત આપી દીધી છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોના થી મોત થયું નથી.ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદરમાં સાત એક્ટિવ કેસો છે.આ સિવાય તમામ જિલ્લામાં બે કે તેથી વધુ આંકડામાં કોરોના એક્ટિવ કેસો છે.