સમાચાર

પીએમ નરેન્દ્ર મોદીને અયોધ્યા જવા ને લઈને આવ્યા મોટા સમાચાર, યોગી આદિત્યનાથે કર્યો મોટો ધમાકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી આપવાના હતા . ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આ પર મહોર લગાવી છે. સીએમ યોગી આદિત્યનાથે શનિવારે અયોધ્યામાં સંતો સાથેની બેઠકમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં જોડાશે . અયોધ્યામાં તેમના આગમન ના સમય પહેલા સંપૂર્ણપણે સાફ અને સ્વચ્છ કરવાની સૂચના આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચે તે પહેલા સીએમ યોગી એ શનિવારે મંદિરના ભૂમિ પૂજાની તૈયારીઓની સમીક્ષા કરી હતી .

સીએમ યોગી તૈયારીઓને તાગ મેળવવા રામ જન્મભૂમિ કેમ્પસ પહોંચ્યા અને રામ લલ્લા ના દરબારમાં નમન કર્યા.રામ મંદિરના નિર્માણ નું સ્થળ પણ જોયું આ પછી યોગી આદિત્યનાથ સીધા હનુમાન ગઢી પહોંચ્યા . ત્યાંથી સીએમ યોગી સીધા રામ જન્મભૂમિ વર્કશોપ પર પહોંચ્યા . આ પછી મુખ્યપ્રધાન સીધા કારસેવક પહોંચી તેઓ સંતો-મહંતોની સાથે મુલાકાત કરી હતી . તેમણે ટ્રસ્ટના અધિકારીઓ ને મળી તૈયારીઓની સમીક્ષા કરી ચર્ચા-વિચારણા કરી હતી.

મુખ્યમંત્રી સીએમ યોગી સાધુ-સંતો સાથેની બેઠક પણ દિશા નિર્દેશો આપ્યા હતા . તેમણે કહ્યું કે ૩ ઓગસ્ટથી દરેક મંદિરમાં દીવો પ્રગટાવો અને 4 ઓગસ્ટે આખા અયોધ્યામાં દિપોત્સવ જેવો ઉત્સવ બને .

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભૂમિપૂજન ને ભવ્ય બનાવવા માટેની તૈયારી પણ ચાલી રહી છે . 5 ઓગસ્ટના રોજ સવારે 10:30 દેશ અને દુનિયાના તમામ સંતો અને મહાત્માઓ અને તેમના આશ્રમ મંદિરમાં અને તેમના ઘર અથવા નજીકના મંદિરમાં પૂજા અને જાપ કરવા અને પ પ્રસાદ આપવા અપીલ કરવામાં આવી છે . આ સિવાય તમારા સ્થાનિક ક્ષેત્રમાં અયોધ્યામાં ભૂમિપૂજન સ્થાનિક લોકો માટે મોટા પડદા પર બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *