છેલ્લે છેલ્લે કેન્દ્ર સરકારે બદલી નાખ્યા અનલૉક ના નિર્ણય , હજુ પણ બંધ રહેશે એટલી વસ્તુઓ

Published on: 11:01 am, Sun, 26 July 20

કોરોના ના વધતા સંક્રમણને જોતાં આખા દેશમાં માર્ચમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું . લોકડાઉન ના ચાર ફેઝ બાદ અનલૉક ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી . પેલી ઓગસ્ટથી દેશ અનલોક 3 માં પ્રવેશ કરી શકે છે . તેને લઈને સરકાર માં વાતચીત થઈ રહી છે.આવી વાતની અટકળો લગાવવામાં આવી રહી હતી કે અનલૉક-3 માં સ્કૂલોને ખોલવાની પરવાનગી મળી શકે છે . પરંતુ કેન્દ્ર સરકાર છેલ્લા તબક્કામાં પોતાનો ઇરાદો બદલી નાખ્યો છે તે વિષય પર થયેલી વાતચીતમાં સામેલ એક અધિકારી આ વાતની જાણકારી આપી છે .

નામ ન આપવાની શરતે અધિકારીએ કહ્યું કે સ્કુલ ઉપરાંત મેટ્રો સેવાને પણ શરૂ કરવાની પરવાનગી નહીં મળી શકે . સાથે જ જીમ અને સ્વીમિંગપુલના માલિકોને પણ હાલ રાહ જોવી પડી શકે છે .

68 દિવસ સુધી ચાલનારા લોકડાઉન 31 મે ખતમ થયું હતું . ત્યાર બાદ દેશમાં જૂન અને જુલાઈમાં અનલૉક 1 અને અનલૉક 2 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ હતી . લોકડાઉન માં ઠપ થઈ ચૂકેલી અર્થવ્યવસ્થા એને પાટે ચડાવવા માટે ઘણી સેવા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો .

Be the first to comment on "છેલ્લે છેલ્લે કેન્દ્ર સરકારે બદલી નાખ્યા અનલૉક ના નિર્ણય , હજુ પણ બંધ રહેશે એટલી વસ્તુઓ"

Leave a comment

Your email address will not be published.


*