ફિલ્મના રસીયાઓ માટે મોટા સમાચાર , જાણો ક્યારથી ખુલી શકે છે સિનેમાઘર

Published on: 5:27 pm, Sat, 25 July 20

કોરોના મહામારી ના કારણે લાદવામાં આવેલા લોકડાઉન થી દેશભરમાં સિનેમાઘર છેલ્લા ચાર મહિના કરતાં વધારે સમયથી બંધ છે. જેના કારણસર અનેક મોટી ફિલ્મો એ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. આ કારણે સિનેમાઘરો દ્વારા પરિવાર ચલાવતા લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુચના અને પ્રસારણ મંત્રાલય ગૃહ મંત્રાલયને ઓગસ્ટમાં સિનેમાઘર ખોલવાની વિનંતી કરેલ છે.

સુચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે એ સીઆઇડી મીડિયા સમિતિ સાથે શુક્રવારે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલા તેના પર અંતિમ ફેંસલો લેશે. ખરે એ કહ્યુ , તેમણે 1 ઓગસ્ટ કે 31 ઓગસ્ટ આસ પાસ સિનેમાઘર ને ફરીથી ખોલવાની ભલામણ કરેલ છે.

આઅંગે PVR સિનેમાના CEO ના જી દત્તા એ ન્યુઝ એજન્સી ANI ને કહ્યું કે અમે સેનીટાઇઝર અને માસ્ક જેવી મૂળભૂત બાબતો ની ખાતરી કરી રહ્યા છે. કાગળ ટિકિટ નો ઉપયોગ નહીં કરવામાં આવે.લોકોની ભીડ ન થાય તે માટે એન્ટ્રી , એક્સાઈટ અને ઇન્ટરમિસ્સોનાં નું આયોજન કરવામાં આવશે.