ફરી લોકડાઉન ની અટકળો વચ્ચે પીએમ મોદીની રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક

દેશમાં દિવસેને દિવસે કોરોના ની સ્થિતિ વકરી રહી છે.કોરોના હવે બેકાબુ બની રહ્યો છે અને સરકારો પણ લાચાર છે તે સ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટે વડાપ્રધાન મોદી ફરી એક વખત સમીક્ષા બેઠક કરવા જઈ રહ્યા છે.

અહેવાલ અનુસાર પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાવાયરસ ની કથળતી જતી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે. મોદી રાજ્યોની સ્થિતિ તેમની કોરોના સામે લડવાની ક્ષમતા અને કાર્યપ્રણાલી પર પણ ચર્ચા કરશે.

આ સિવાય બેઠકમાં કોરોના રસી, તેના ટ્રાયલ, ઇન્જેક્શન, દારૂ દવા નો સ્ટોક અંગે પણ રાજ્યોના માહિતગાર કરવામાં આવશે. દેશ ના બધા જ રાજ્યોને માહિતગાર કરવામાં આવશે. દેશ ના બધા જ રાજ્યોમાં આવક કમાવા માટે અર્થતંત્ર ફરી ધબકતું કરવા માટે અન લોક માં છુટ્ટો દોર અપનાવ્યો છે અને તેના કારણે કોરોના વકરી રહ્યો છે.દેશના ટોચના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં પણ ઓછા પ્રમાણમાં ફરી શરૂ થયેલ ધંધા-રોજગાર છતાં સ્થિતિ બેકાબૂ બની રહે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*