ઘણા લાંબા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં આવી ગયેલું પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી સક્રિય થઈ ગયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને રેલીમાં એકઠા થયેલા લોકો સામે covid 19 ના જાહેરનામાનો ભંગ કરવા માટે કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
અનામત આંદોલન સમિતિ ચાલતું હતું ત્યારે પાસ એકદમ સકિર્ય હતું. પરંતુ છેલ્લા લાંબા સમયથી પાંચ નેતાઓએ ચૂપકીદી સાધી લીધી હતી. જોકે વરાછા વિસ્તારમાં સી આર પાટીલ નાસ્વાગત માટે જે બેનરો લગાવાયા હતા તેની પર કાળો કુચો ફેરવી દેવામાં આવ્યો હતો. આવું પાસ ના સભ્યો દ્વારા કરાયા હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના નેતા અલ્પેશ કંથેરીયા અને ધાર્મિક માલવિયાએ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની ને પત્ર લખીન રજૂઆત કરી છે કે શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સ્વાગત અને રેલી માટે વાલક પાટીયા પાસે હજારો ની ભીડ એકથી થઈ હતી. આ તમામનો વીડીયો અને ફોટો દ્વારા ઓળખી ને તેમની સામે covid 19 ના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવી જોઇએ અને તેમને 14 દિવસ માટે આઇસોલેસેશન કરવા જોઈએ.
પાસ દ્વારા પાલીકા કમિશનર ને મોકલાવેલા પત્ર માં લખવામાં આવ્યું છે કે કોરોના ની મહામારીમાં સંક્રમણ રોકવા માટે કોવિદ્ 19 ની અનેક ગાઈડ લાઇન જાહેર કરવામાં આવેલ છે. જે પણ લોકો આ કાયદાના ભંગ કરે છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવે.