વંથલીના ગેંગસ્ટરના ભત્રીજાને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો, કાંઈ સમજે તે પહેલા તો ધડાધડ ગોળીઓ ધરબી દીધી…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 3:37 pm, Thu, 9 March 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંઠલી તાલુકામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. અહીં રવની ગામમાં સલીમ સાંધ નામના યુવક ઉપર જાહેરમાં ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ભારે હાહાકાર મચી ગયો છે.

આજે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મૃત્યુ પામેલો સલીમ ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાનો ભત્રીજો હતો. ઘટના બન્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સલીમ મોડી રાત્રે તેના મિત્રો સાથે પોતાના ખેતરેથી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગામના પાદરમાં બે અજાણ્યા શખ્સોએ સલીમ સાથે બાઈક અથડાવીને તેને જમીન પર પાડી દીધો હતો. ત્યાર પછી સલીમ કાંઈ સમજે તે પહેલા તેના ઉપર ધડાધડ ગોળીઓ ચલાવી હતી.

એકથી વધારે વખત ગોળીઓ ચલાવીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ સલીમને ઇજાગ્રસ્તા હાલતમાં સારવાર માટે તાત્કાલિક જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ જુનાગઢ જિલ્લામાંથી લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સલીમની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. સલીમનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વંથલીના ગેંગસ્ટરના ભત્રીજાને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો, કાંઈ સમજે તે પહેલા તો ધડાધડ ગોળીઓ ધરબી દીધી…જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*