અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં વિવિધ પદો પર કાર્યકરોની નિમણૂક કરીને એક કાર્યક્ષમ અને અસરકારક સંગઠન બનાવવામાં આવ્યું છેઃ ગોપાલ ઇટાલિયા

Published on: 5:39 pm, Thu, 28 July 22

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ગુજરાતમાં તબક્કાવાર આમ આદમી પાર્ટી એ બે યાદીઓ જાહેર કરી અને એક વિશાળ સંગઠન નું નિર્માણ કર્યું છે. પ્રદેશ લેવલ થી લઈને લોકસભા, તાલુકા અને જિલ્લા લેવલ સુધી કાર્યકર્તાઓને અલગ અલગ પદ પર નિમણૂકો આપીને કાર્યક્ષમ અને એક સમક્ષ માળખાનું નિર્માણ માનનીય અરવિંદ કેજરીવાલજીએ નેતૃત્વમાં આમ આદમી પાર્ટી એ કર્યું છે.

ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે અને ગુજરાતમાં એક ઈમાનદાર પાર્ટીની સરકારે બનાવવા માટે અમારી આમ આદમી પાર્ટી ની ટીમ સતત મહેનત કરી રહી છે. આ વાત જણાવતા અમને આનંદ થઈ રહ્યો છે કે, આમ આદમી પાર્ટી તેની ત્રીજી યાદી જાહેર કરી રહી છે. આજે અમે હજાર કરતાં પણ વધારે કાર્યકર્તાઓનો પદાધિકાર તરીકે ઉમેરો કરીને આમ આદમી પાર્ટીના માળખાને હજુ પણ વધુ મોટું, વધુ મજબૂત અને વધુ કાર્યશ્રમ બનાવવા માટેની પ્રક્રિયા કરી છે. વધુમાં ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે હજુ પણ આવનારા દિવસોમાં યાદી બહાર પાડવામાં આવશે. જે યાદીમાં ઘણા કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા એ પદ વિશે જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના સ્ટેટ ઓફિસ સેક્રેટરી તરીકે અનુપમ શર્મા, સ્ટેટ ઓફીસ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવેશ પટેલ, શ્રમિક વિંગ ના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વ્યાસ અને આપ મીડિયા ડિપાર્ટમેન્ટના મીડિયા કોર્ડીનેટર તરીકે સુકનરાજની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વિચાર લોકો સુધી પહોંચાડવા માટે અનેક પ્રવક્તાઓને જવાબદારી આપવામાં આવી છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે આશા રાખીએ છીએ કે, આમ આદમી પાર્ટીની ત્રીજી યાદી પણ અરવિંદ કેજરીવાલ જીના નેતૃત્વ પ્રમાણે આમ આદમી પાર્ટીના વિચારધારા અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડશે. અને કહ્યું કે 2022 ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ આગળ વધશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં વિવિધ પદો પર કાર્યકરોની નિમણૂક કરીને એક કાર્યક્ષમ અને અસરકારક સંગઠન બનાવવામાં આવ્યું છેઃ ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*