ગાંધીનગરમાં કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, રિક્ષામાં સવાર CBIનાં હેડ કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…

Published on: 5:55 pm, Thu, 28 July 22

આજકાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદથી ગાંધીનગર તરફ આવતા રોડ ઉપર એપલ સર્કલ નજીક મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પુરપાડ ઝડપે જતી કારે રીક્ષાને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતના પગલે રિક્ષામાં સવાલ સીબીઆઇના હેડ કોન્સ્ટેબલ ની ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 17 વર્ષના રીક્ષા ચાલકને આ અકસ્માતની ઘટનામાં નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાને લઈને અડાલજ પોલીસે કારચાલક વિરોધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ગઈકાલે મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે રીક્ષાને ટક્કર લગાવી હતી. જેના કારણે રીક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા સીબીઆઇ હેડ કોન્સ્ટેબલ કોલકાતા ખાતે ફરજ બજાવતા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બિહારના વતની અરુણકુમાર તિવારી કોલકાતા ખાતે cbiમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અરુણકુમાર તિવારી અમદાવાદ આવ્યા હતા. તેમને ગાંધીનગર સેક્ટર 11 ખાતેની કચેરીમાં સરકારી કામ હતું. તેથી તેઓ લગભગ રાત્રે બાર વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ સર્કલથી એક રીક્ષામાં બેસીને ગાંધીનગર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન અપોલો સર્કલ નજીક હાઇવે પર એક કાર ચાલકે રિક્ષા અને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં અરુણ કુમારનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું જ્યારે રીક્ષા ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક પાસેથી મળેલા આઈકાર્ડના આધારે સીબીઆઇ કચેરીને આ ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા ગાંધીનગરની ટીમ પણ રાત્રે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરોધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, રિક્ષામાં સવાર CBIનાં હેડ કોન્સ્ટેબલનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*